Close

મરીન નેશનલ પાર્ક - પિરોટન

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ પિરૉટાન જામનગરના દરિયાઇ વિસ્તારમાં ઇન્ટર-ટાઈડ ઝોનમાં આવેલું છે. દરિયાઇ અભ્યારણ ઓગસ્ટ 1980 માં અને જુલાઈ 1982 માં મરીન નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. કુલ 10.ll.sq. નેશનલ પાર્ક વિસ્તાર અને 1.11 ચોરસ કિ.મી. અભયારણ્ય વિસ્તારને અનામત જંગલો તરીકે સૂચિત કરવામાં આવ્યા છે.

પિરોટન ટાપુ બેડી પોર્ટથી 18 એનએમ દુર, બોટ દ્વારા પહોંચી શકાય છે. અભ્યારણની મુલાકાત લેવા માટેનો યોગ્ય સમય ઓક્ટોબર થી માર્ચ સુધી છે.

આ વસવાટો એક મહાન વિવિધતા સભર છે.  મેંગ્રોવ, કોરલ રીફ્સ, ડીગ્રેડ રીફ્સ, ઇન્ટર-ટાઇડલ મડફ્લેટ્સ (ઊંચા અને નીચા), ખાડીઓ, નદીમુખ, રેતાળ સેર, ખારા ઘાસની જમીન, ભેજવાળા વિસ્તારો અને ખડકાળ ટાપુઓ જેવી વિવિધતા દર્શાવે છે. જે દરિયાઇ જીવનની વિવિધતા ધરાવે છે. જીવન અહીં ગૂંચવણભરી રીતે વણાયેલ છે. રંગબેરંગી જળચરો અને પરવાળા, વિશાળ સમુદ્ર એનોમોન, ટ્યુબ એનોમોન, જેલી ફિશ, સમુદ્ર ઘોડો, ઓક્ટોપસ, છીપ, મોતી છીપ, સેબેલા, પોર્ટુગીઝ મેન ઓફ વોર, સ્ટારફિશ, બોનેલિયા, સેપિઆ, લોબસ્ટર, કરચલાં અને પ્રોન, સમુદ્ર ટર્ટલ, ડોલ્ફીન, ડુગોંગ્સ, પિરોપાઇઝ, શાર્ક અને અન્ય માછલી સંપૂર્ણ સંવાદિતા સાથે જીવનને જીવંત રાખે છે.

ફોટો ગેલેરી

  • સી હરે
  • ટ્યૂબ એમેમોન
  • જાયન્ટ કારપેટ એમેમોન
  • ફૂલકોબી કોરલ ડેન્ડ્રોનફ્થ્યા એસ.પી.
  • સોફ્ટ કોરલ

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

પ્રવાસી સ્થળથી નજીકનું, જામનગર એરપોર્ટ 10 કી.મી. અંતરે છે.

ટ્રેન દ્વારા

પ્રવાસી સ્થળથી નજીકનું, જામનગર રેલવે સ્ટેશન 3 કી.મી. અંતરે છે.

માર્ગ દ્વારા

પ્રવાસી સ્થળેથી નજીકનું, જામનગર રાજ્ય પરિવહન બસ સ્ટેન્ડ 2 કિમી અંતર છે.