Close

જમીન રેકોર્ડ

વિવિધ કરવેરા અને જમીન મહેસૂલની વસૂલાત અને જાળવણી સહિત વિવિધ હેતુઓ માટે જમીનના રેકોર્ડનું સંચાલન કરવામાં આવે છે, જે રાજ્યો માટે આવકનો મુખ્ય સ્રોત હતો. સમગ્ર રાજ્ય માટે વર્ષ 1960 માં કેડસ્ટ્રલ મોજણી પૂર્ણ થઈ હતી. આ મોજણીને  જમીનના રેકર્ડના આધાર તરીકે લેવામાં આવે છે.  વેચાણ, વારસો અને વિતરણ વગેરેને કારણે જમીન પર સ્થાનાંતરણ અને પરિવર્તન થાય છે.

દરેક મામલતદાર કચેરીના ઇ-ધરા કેન્દ્રમાં,  કમ્પ્યુટરાઈઝડ વેબ એપ્લીકેશન – વેબ-ભુલખ વડે  જુદા જુદા ફેરફારો દ્વારા જમીનના રેકર્ડમાં તે મુજબના ફેરફારો કરવામાં આવે છે.
જમીનના અધિકારોનો રેકોર્ડ – આરઓઆર કોપી દરેક ગામના ઇ-ગ્રામ કેન્દ્ર અને મામલતદાર ઑફિસના ઈ-ધરા કેન્દ્ર પર પણ ઉપલબ્ધ છે.

આરઓઆરની ઓનલાઇન માહિતી, મ્યુટેશન એન્ટ્રીની જાણકારી અહીં ઉપલબ્ધ છે –  https://anyror.gujarat.gov.in 

ફેરફારોના ફોર્મ અહીં ઉપલબ્ધ છે-–  https://revenuedepartment.gujarat.gov.in/e-dhara-forms

 

મુલાકાત: https://anyror.gujarat.gov.in

ઇ-ધરા કેન્દ્ર

સ્થળ : સંબંધિત મામલતદાર કચેરી | શહેર : તમામ તાલુકાઓ