રસ્તા માર્ગ દ્વારા
જામનગર શહેર, રાજ્ય પરિવહન બસો અને ખાનગી લક્ઝરી કોચ દ્વારા ગુજરાતનાં મોટા ભાગના શહેરોથી સારી રીતે જોડાયેલું છે.
નજીકનું શહેર – રાજકોટ 92 કિ.મી.ના અંતરે છે.
રેલ માર્ગ દ્વારા
જામનગર શહેર, ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર છે. આ શહેર દૈનિક / સાપ્તાહિક ટ્રેનો મારફતે દેશ અન્ય ભાગ સાથે સારી રીતે જોડાયેલું છે.
વિમાન માર્ગ દ્વારા
જામનગર શહેરથી એરપોર્ટ 10 કિ.મી. દુર છે અને એર ઇન્ડિયાની દૈનિક વિમાની સેવા જામનગરને મુંબઇ સાથે જોડે છે.