Close

હસ્તકલા

 

House hold Tie work of BandhaniDifferent Colour of Bandhani

બાંધણી એ ટાઇ અને ડાય પ્રકારની હસ્તકલા છે. આ કલામાં કાપડ પર સફેદ ટપકાઓથી જુદી જુદી ભાત પાડવામાં આવે છે. આ સફેદ ટપકાઓને કરચલી પાડી સુતરના દોરાથી બાંધવામાં આવે છે. ત્યારબાદ તેને વારા ફરથી અલગ અલગ રંગના પાણીમાં જબોળવામાં આવે છે અને સૂકવવામાં આવે છે.

બાંધણીમાં મુખ્યત્વે લાલ, લીલો, પીળો, વાદળી અને કાળો રંગ વપરાય છે. બાંધણીમાં મુખ્યત્વે  બુટીયો, મોરવેલ, ઝરમર, હાથીવેલ તેમજ બાવનબાગની ભાત પાડવામાં આવે છે.

બાંધણી સાડી, ઘરચોળા, ડ્રેસ મટીરીયલ, ઝભ્ભા, કૂર્તા, ચોરણી, પાઘડી વિગેરેમાં મળે છે.

બાંધણીની દુકાનો મુખ્યત્વે દરબારગઢ, ચાંદી બઝાર વિસ્તારમાં આવેલી છે.